બજાર » સમાચાર » બજાર

વરસાદની જોવી પડશે વધુ રાહ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 18:51  |  સ્ત્રોત : CNBC-Bajar

વરસાદની રાહ થોડી વધુ જોવી પડી શકે છે કારણ કે ભારતીય હવામાન વિભાગે ચોમાસુ બેસવાની તારીખ વધારી છે. આઈએમડીના અનુમાન પ્રમાણે ચોમાસુ 6 જૂનના રોજ કેરળ પહોંચી શકે છે જોકે આમાં તેમણે પ્લસ માઇનસ 4 દિવસની વાત પણ કરી છે. હવામાન વિભાગનું અનુમાન ખાનગી કંપની સ્કાઇમેટના અનુમાન પ્રમાણે જ જોવા મળી રહ્યું છે જે 4 જૂન છે.


સાધારણ રીતે ચોમાસુ 1 જૂનના રોજ કેરળ પહોંચી જતું હોય છે. જોકે આઈએમડીએ કહ્યું કે ચોમાસુ મોડું પહોંચવાથી જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન વરસાદની માત્રામાં કોઇ ફરક નહીં પડે. આ પહેલા આઈએમડીએ સાધારણ ચોમાસાનું અનુમાન કર્યું હતું પરંતુ એમ પણ કહ્યું હતું કે સાધારણ કરતા ઓછો વરસાદ પણ થઇ શકે છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જુનથી શરૂ થશે ચોમાસું. કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ મોસમ વિભાગ ગુજરાતમાં ક્યારે ચોમાસુ શરુ થશે તેની આગાહી કરશે.