બજાર » સમાચાર » બજાર

એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજાઈ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:13  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજાઈ. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયુ જે બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું. સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે.


ABVP, NSUI અને વિદ્યાર્થી વિકાસ પરિષદ વચ્ચે ત્રિપાંખીયો જંગ. ચૂંટણીમાં બે મહત્વની પોસ્ટ, VP, GS સહિત 10 FRની જગ્યા માટે ખરાખરીનો જંગ જેમાં 42 હજાર જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે.


500 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા. ચૂંટણીને લઈને 1 DCP, 1 ACP સહિત 350 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, સમગ્ર ચૂંટણી પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે.