બજાર » સમાચાર » બજાર

મુહૂરત ટ્રેડિંગ: સેન્સેક્સ 245 અંક વધીને બંધી, નિફ્ટી 70 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સંવત 2075 ની શરૂઆતમાં બજાર માટે ઉત્સાહજનક રહ્યો છે. મુહૂરત ટ્રેડિંગના અવસર પર બજારમાં સારો વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 10600 ના આસપાસ બંધી થયો છે. તો સેન્સેક્સમાં 245 અંકનો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં નિફ્ટી 10614.45ના સ્તર પર ખુલ્યા બાદ 10616.45 સુધી ઉપર ગયો હતો તો સેન્સેક્સે 35302.25 સુધી ઉછળ્યો હતો. અંતમાં નિફ્ટી 10600 ના પાસે બંધ થયો છે તો સેન્સેક્સ 35237.68 ના સ્તર પર બંધ થયો છે.


આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોના સાથે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા સુધી વધીને બંધ થયો છે. આજે બીએસઈ ઇન્ડેક્સ 1.2 ટકાનો જોરદાર વધારો જોવા મળ્યો છે.


નિફ્ટીના બધા સેક્ટર ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. બેંકિંગ, ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી છે. બેંક નિફ્ટી 0.54 ટકાના વધારા સાથે 25737.50 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.98 ટકા, એફએણસીજી ઇન્ડેક્સ 0.92 ટકા, મેટલ ઇન્ડેક્સ 0.67 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 0.60 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીએસઈના ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 0.99 ટકા અને પાવર ઇન્ડેક્સ 0.74 ટકાનું વધારો થયો છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 245.77 અંક એટલે કે 0.70 ટકાની મજબૂતીની સાથે 35237.68 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 68.40 અંક એટલે કે 0.65 ટકા વધીને 10600 ના સ્તરના બંધ થયો છે.