બજાર » સમાચાર » બજાર

મુંબઈ વિશ્વનું 12મા નંબરનું ઘનિક શહેર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ન્યુ વર્લ્ડ વેલ્થની વિશ્વના સૌથી ધનિક 15 શહેરોની યાદીમાં ટોરન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસને પછાડીને 950 બિલિયન ડોલરની સંપત્તિની સાથે મુંબઈને 12મું સ્થાન મળ્યું છે. ઉલ્લેખનિય છે કે મુંબઈને ભારતની આર્થિક રાજધાની પણ ગણવામાં આવે છે. શહેરમાં 28 જેટલા અબજોપતિ રહે છે અને અબજોપતિની વસ્તીમાં ટોપ 10 શહેરમાં પણ સ્થાન મેળવ્યું છે. વેલ્થ ગ્રોથની દૃષ્ટીએ આવનારા 10 વર્ષોમાં સૌથી ઝડપી વિકસતા શહેરમાં પણ મુંબઈનો સમાવેશ થાય તેવી આશા છે.


ઉલ્લેખનીય છે કે વિશ્વનું 12મું સૌથી વિશાળ સ્ટોક એક્સચેન્જ બીએસઈ પણ મુંબઈમાં જ આવેલું છે. મુંબઈમાં ફાઈનાન્શિયલ સર્વિસ, મીડિયા અને રિયલ એસ્ટેટ મુખ્ય ક્ષેત્રો છે. આ લિસ્ટમાં ન્યૂયોર્ક 3 ટ્રિલિયન ડોલરની સંપત્તિ સાથે પહેલા નંબરે છે, જેમાં વિશ્વના સૌથી વિશાળ બે સ્ટોક એક્સચેન્જ આવેલા છે. આ લિસ્ટમાં બીજા નંબરે લંડન ત્યાર બાદ ટોકિયો, બિજિંગ, શાંઘાઈ, લોસ એન્જલેસ, હોન્ગકોન્ગ, સીડની, સિંગાપુર અને શિકાગોનો સમાવેશ થાય છે.