બજાર » સમાચાર » બજાર

મ્યુચ્યુઅલ ફંડમાં ઝડપથી રોકાણ ખેંચાયુ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 18:15  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆત કરીએ મ્યુચ્યુઅલ ફંડના આંકડા ઓથી તો સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ આંકડા દર્શાવે છે કે રોકાણકારો આ એસેટ ક્લાસથી પોતાનું રોકાણ પરત ખેંચી રહ્યા છે. બેલેન્સ ફંડમાં ઓગષ્ટમાં 870 કરોડથી વધુનું રોકાણ પરત થયું હતું જે બમણું થઇને 1900 કરોડ પર પહોંચ્યું છે જ્યારે નેટ ઇક્વિટી ફંડમાં રોકાણ 28.6 ટકા ઘટીને સપ્ટેમ્બરમાં 6400 કરોડ રૂપિયા પર રહ્યું છે.


લિક્વિડ ફંડમાં ઓગષ્ટ દરમ્યાન 79400 કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્યું હતું જે સપ્ટેમ્બરમાં 1.4 લાખ કરોડ રૂપિયા પરત ખેંચી લેવામાં આવ્યા છે. આ સાથે ક્રેડિટ રિસ્ક ફંડમાં રોકાણ ઓગષ્ટ મહિનામાં 2270 કરોડ રૂપિયા પરત ખેંચાયા હતા જે સપ્ટેમ્બરમાં 2351 કરોડ રૂપિયા ખેંચાયા છે. માત્ર ઇક્વિટી ETF જ એવી કેટેગરી છે જેમાં ઓગષ્ટ મહિનામાં 1700 કરોડ રૂપિયાથી વધુના આઉટફ્લો સામે 1000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ જોવા મળ્યું છે.