બજાર » સમાચાર » બજાર

નાગેશ્વર રાવ કોર્ટની અવગણનામાં દોષી

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ ઈન્ટરિમ ચીફ રાવને કોર્ટ ઉઠતા સુધીની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કાંડમાં કોર્ટની અવમાનના કેસમાં સીબીઆઈના પૂર્વ ઈન્ટરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કડક સજા સંભળાવી છે. મંગળવારે મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નાગેશ્વર રાવને માફીનામાને નામંજૂર કર્યુ


અને 1 લાખ રૂપિયાનો દંડ તેમજ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલશે ત્યાં સુધી નાગેશ્વર રાવ અને બીજા અધિકારીઓએ કોર્નરમાં બેસી રહેવું પડશે એટલે કે કોર્ટ ઉઠતા સુધીની સજાના આદેશો કર્યાં છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે મુઝફ્ફરનગર શેલ્ટર હોમની તપાસ ટીમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. અરૂણ શર્મા જ આ તપાસ ટીમની આગેવાની કરશે. નાગેશ્વર રાવ ઉપરાંત એસ. ભસૂરણ પર પણ એક લાખનો દંડ ફટકારાવામાં આવ્યો છે.