બજાર » સમાચાર » બજાર

ઇ-કોમર્સ માટે બનશે નેશનલ પૉલિસી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 18:28  |  સ્ત્રોત : CNBC-Bajar

જો તમને ઑનલાઇન શૉપિંગમાં નકલી પ્રોડક્ટ મળે છે અથવા કોઇ બીજી છેતરપિંડી થાય છે તો કાર્યવાહી થઇ શકશે. અમને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે ઇ-કોમર્સ માટે બનનારી નેશનલ પૉલિસીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ગ્રાહકોનો ભરોસો ઑનલાઇન પ્લેટફોર્મ પર યથાવત રહે. સાથે પૉલિસીમાં ઘરેલુ કંપનીઓના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.


ગ્રાહકોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. નકલી પ્રોડક્ટ અથવા બીજી છેતરપિંડી માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. કન્ઝ્યુમરના હિતોની રક્ષા પર એક અલગ ટાસ્ક ફોર્સ ભલામણ આપશે. ઘરેલુ કંપનીઓને પ્રોત્સાહન આપવા પર રહેશે ફોકસ. ઇ-કોમર્સ કંપનીમાં ઘરેલુ સ્ટાર્ટઅપનો માલિકાના હક યથાવત રાખવા માટે જોગવાઇ રહેશે. ચીન અને યૂરોપના મૉડલ પ્રમાણમે પૉલિસીમાં જોગવાઇ રહેશે.


સરકારથી લાઇસન્સ અથવા બીજી મંજૂરી લેવા માટે સિંગલ વિંડો સિસ્ટમ રહેશે. પ્રોડક્ટ વેચનારના બેકગ્રાઉન્ડ વેરિફિકેશનના રહેશે કડક નિયમ છે. અલગ અલગ ક્ષેત્રમાં ઇ-KYCની વ્યવસ્થા પણ મજબૂતીથી લાગૂ કરવામાં આવશે. ડેટા પ્રોટેક્શન માટે પણ કાયદો નક્કી કરવામાં આવશે. વિદેશી રોકાણ પર ઘરેલુ કારોબારીઓની અડચણને પણ દુર કરવાના પ્રયત્નો થશે.