બજાર » સમાચાર » બજાર

11 ઈંચ વરસાદથી નવસારી પાણી-પાણી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

નવસારીમાં 11 ઇંચ વરસાદે શહેરને પાણી પાણી કરી નાખ્યું. શહેરના આંતરિક રોડ રસ્તા તો ઠીક પણ નેશનલ હાઇ વે પણ કેમ જાણે પાણીમાં ગરકાવ થઇ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નવસારીને જોડતા નેશનલ હાઇ વે નંબર 48 પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. પાણી ભરાયેલા હોવાના કાણે વાહનોની પણ લાંબી લાઇનો જોવા મળી હતી. તો આતરફ વરસાદને પગલે સર્વિસ રોડ પર પણ ગોઠણસમા પાણી ભરાયા હતા. હાઇ વે પર પાણી ભરાયા હોવાના કારણે અમદાવાદ અને મુંબઇને વાહનવ્યવહારને થોડા ઘણા અંશે અસર પહોંચી છે.