બજાર » સમાચાર » બજાર

બજારમાં વધારો કાયમ, RIL અને INFOSYS થી મળી રહ્યો મોટો સપોર્ટ

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 09:29  |  સ્ત્રોત : Moneycontrol.com

12:15 PM

કોરોના ઈલાજ માટે દવાને DCGI થી મંજૂરી મળવાથી BIOCON માં 2 ટકાનો ઉછાળો જોવાને મળ્યો છે. SUN PHARMA, LUPIN જેવા શેરોમાં પણ ખરીદારી દેખાય રહી છે.

12:00 PM

બજારમાં ઊપરી સ્તરો પર નફાવસૂલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી ઊપરથી 450 પોઈન્ટ લપસ્યો છે. નિફ્ટી 10280 ની નજીક બેકિંગ શેરોએ બનાવ્યુ દબાણ જોવામાં આવી રહ્યુ છે.

11:20 AM

GLENMARK PHARMA: ભારતમાં Fabuflu ના ભાવ 27% સુધી ઘટાડ્યા છે. Fabuflu, ઓરલ એન્ટીવાયરલ દવા છે. Fabuflu નો ઉપયોગ કોરોનાના ઈલાજમાં થાય છે. Fabuflu ની નવી કિંમત 75 રૂપિયા પ્રતિ ટેબલેટ નક્કી કરવામાં આવી છે.

10:50 AM

OBEROI REALTY એ Morgan Stanley ને મુંબઈમાં 11 Lk Sq Ft એરિયા આપ્યો છે.

10:40 AM

Union Bank: બેન્કના MCLR માં 0.20% ની કપાત કરી છે.


10:20 AM

સપ્તાહના પહેલા કારોબારી દિવસે બજારમાં શાનદાર તેજી જોવાને મળી રહી છે. નિફ્ટી 11 હજારની તરફ વધી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 150 અંક ઊપર કારોબાર કરી રહ્યા છે. RELIANCE, INFOSYS, HUL અને  ICICI BANK એ બજારમાં જોશ ભર્યુ છે.

10:10 AM

મેટલ અને ઑટો શેરોમાં સારી રોનક જોવાને મળી રહી છે. નિફ્ટી મેટલ અને ઑટો ઈંડેક્સમાં 1 ટકાથી વધારાની તેજી જોવાને મળી રહી છે. Tata Motors અને Bharat Forge માં 3 થી 4 ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. IT શેર પણ ભાગ્યા છે.

10:02 AM

રૂપિયો 4 પૈસા વધીને 75.20 ના મુકાબલે 75.16 પર ખુલ્યો છે.

10:00 AM

કોરોના ઈલાજ માટે દવાને DCGI થી મંજૂરી મળવાથી BIOCON માં 3 ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. SYNGENE INTL માં પણ સારી ખરીદારી જોવાને મળી રહી છે.

09:55 AM

બજારમાં શાનદાર તેજી જોવાને મળી રહી છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 37,000 ની પાર ચાલી ગયો છે. બજારની તેજીમાં RIL માં મોટુ યોગદાન છે. RIL નું માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાની પાર ચાલી ગયુ છે.


09:24 AM


સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10900 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 338 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.9 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.64 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48 ટકાની મજબૂતી દેખાય રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 338.67 અંક એટલે કે 0.93 ટકાના વધારાની સાથે 36933 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 101.50 અંક એટલે કે 0.94 ટકાની મજબૂતીની સાથે 10869.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાર્મા,મેટલ, ફાઈનાન્સ સર્વિસ અને આઈટી શેરોમાં 1.83-0.12 ટકા ની નબળાઈ જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.74 ટકા વધારાની સાથે 22,564.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, હિંડાલ્કો અને બ્રિટાનિયા 1.75-3.30 ટકા સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, સન ફાર્મા અને ડૉ.રેડ્ડીઝ 0.04-0.18 ટકા ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, ફ્યુચર રિટેલ, કેઆઈઓસીએલ, મુથૂટ ફાઈનાન્સ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ 5.01-2.42 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, યુનાઈટેડ બ્રુઅરીઝ, મેક્સ ફાઈનાન્શિયલ, ક્રિસિલ અને અજંતા ફાર્મા 4.96-0.89 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં ક્લેરિઅન્ટ કેમિકલ, મયૂર યુનિક્વાર્ટર, કેએસબી પંપ્સ, મેડિકેમેન બાયો અને ટીએઈએલ 13.88-4.99 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કોસ્ટલ ક્રોપ, બોરોસિલ, પોકરણા, ઓમેક્સ અને કામધેનુ 14.43-4.57 ટકા સુધી તૂટ્યા છે.