બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 9900 ની નજીક, સેન્સેક્સ 141 અંક મજબૂત

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 09:25  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 9900 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 141 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.43 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.84 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.68 ટકાની મજબૂતી દેખાય રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 141.76 અંક એટલે કે 0.43 ટકાના વધારાની સાથે 33445.28 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 42.20 અંક એટલે કે 0.43 ટકાની મજબૂતીની સાથે 9868.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા, રિયલ્ટી, ઑટો અને મેટલ શેરોમાં 1.04-0.53 ટકા ની તેજી જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.43 ટકા ઘટાડાની સાથે 19873.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી અને આઈટી શેરોમાં દબાણ દેખાય રહ્યુ છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, હિરો મોટોકૉર્પ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, હિંડાલ્કો, એચડીએફસી અને બજાજ ફાઈનાન્સ 1.29-4.62 ટકા સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, આઈટીસી, એસબીઆઈ અને એચડીએફસી બેન્ક 1.05-1.71 ટકા ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, ફ્યુચર રિટેલ, જુબિલન્ટ લાઈફ, ક્વેસ કૉર્પ અને કેઆરબીએલ 12.11-4.98 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં કોરોમંડલ, વરૂણ બેવરેજીસ, ફીઝર, રાજેશ એક્સપોર્ટ અને સિમ્ફોની 3.57-1.09 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં જેનરિક એન્જીનયર, શોપર્સ સ્ટૉપ, અરવિંદ, એસવીપી ગ્લોબલ અને ઓરિઓનપ્રો 16.57-7.35 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં રાણે હોલ્ડિંગ્સ, યુનિવર્સલ કેબલ, વિંધ્યા ટેલિલિન, સેરેબ્રા અને ઈમ્બી ઈન્ડસ્ટ્રીઝ 7.02-3.58 ટકા સુધી તૂટ્યા છે.