બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11570 ની ઊપર બંધ, સેન્સેક્સ 236 અંક મજબૂત

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 15:40  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 0.6 ટકા થી મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11570 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38793.27 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,599.00 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,892.50 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.68 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા ઉછળીને બંધ થયા છે.

બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.52 ટકાના વધારાની સાથે 30681.80 ના સ્તર પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 236.23 અંક એટલે કે 0.61 ટકા વધીને 38793.27 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 76.70 અંક એટલે કે 0.67 ટકાના વધારાની સાથે 11575.60 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, હિંડાલ્કો અને વેદાંતા 2.69-7.59 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈઓસી, યુપીએલ અને એક્સિસ બેન્ક 0.49-1.41 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટાટા કૉમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારત ફોર્જ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 10.91-4.43 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઓબરૉય રિયલ્ટી, ગ્લેક્સોસ્મિથ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, જેએસડબ્લ્યુ એનર્જી અને જીઈ ટીએન્ડડી ઈન્ડિયા 2.8-1.85 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ડીશ ટીવી, ડેન નેટવર્ક્સ, હિમતસિંગકા, ઈન્ડો રેમડિઝ અને બીઈએમએલ 17.08-7.33 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એમટી એડ્યુકેર, એચઈજી, ગ્રેફાઈટ ઈન્ડિયા, સુવેન લાઇફ સાઇન્સ અને ગ્રિવ્સ કોટન 8.19-5.19 ટકા સુધી તૂટીને બંધ થયા છે.