બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11730 ની ઊપર બંધ, સેન્સેક્સ 140 અંક મજબૂત

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 15:56  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11,730 ના ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 39100 ને પાર કર્યો. આજના કારોબારમાં નિફ્ટીએ 11,784.80 સુધી દસ્તક આપી તો સેન્સેક્સ 39,249.08 સુધી પહોંચ્યો હતો.

જો કે મિડકેપ શેરોમાં દબાણ જોવા મળ્યુ છે અને સ્મૉલકેપ શેરોમાં પણ જોશ જોવાને મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા ઘટીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.07 ટકાની નબળાઈ આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકા ઉછળીને બંધ થયા છે.

બેન્કિંગ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ અને ઑટો શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.72 ટકાના ઉછાળાની સાથે 30526.80 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સ 0.64 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સ 0.95 ટકા નબળાઈ જોવા મળી છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 140.41 અંક એટલે કે 0.36 ટકા વધીને 39110.21 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.80 અંક એટલે કે 0.25 ટકાના વધારાની સાથે 11737.90 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ઈન્ડુસઈન્ડ બેન્ક, સન ફાર્મા, બજાજ ઑટો, બીપીસીએલ, આઈશર મોટર્સ અને હિરો મોટોકૉર્પ 1.80-5.54 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ભારતી ઈન્ફ્રાટેલ, યસ બેન્ક અને ઝિ એન્ટરટેનમેન્ટ 1.35-2.98 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, ભારત ઈલેક્ટ્રિક, આઈડીબીઆઈ બેન્ક, કંસાઈ નેરોલેક અને જિલેટ ઈન્ડિયા 5.22-2.81 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટાટા કૉમ્યુનિકેશન અને વક્રાંગી 7.26-1.91 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ટિમકેન, ગોકળદાસ એક્સપોર્ટ, યુએફઓ મુવિઝ, નવા ભારત વેન્ચર અને કેપલિન લેબ્સ 19.99-9.24 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, કરિઅર પોઇન્ટ, ઈન્ડિયા ગ્લાયકોસ, ક્રિધન ઈન્ફ્રા અને ઈન્ડિયાબુલ્સ વેન્ચર 9.85-4.82 ટકા સુધી તૂટીને બંધ થયા છે.