બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 348 અંક ઉછળો, નિફ્ટી 10100 ની નજીક બંધ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 15:43  |  સ્ત્રોત : Moneycontrol.com

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 348.23 અંક એટલે કે 1.09 ટકા ની તેજીની સાથે 32182.22 ના સ્તર પર બંધ થયા છે. જ્યાં, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 111.60 અંક એટલે કે 1.12% સુધી વધીને 10096.40 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં હિન્ડાલ્કો, ઈન્ફ્રાટેલ, રિલાયન્સ, સન ફાર્મા, વેદાંતા, ઓરબિંદો ફાર્મા, એચયુએલ, અદાણી પોર્ટ્સ અને ટીસીએસ 1.86-6.01 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈઓસી, યુપીએલ, એસબીઆઈ, પાવર ગ્રીડ અને ઈન્ફોસિસ 0.25-1.00 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, ટોરેન્ટ પાવર, નાલ્કો, કન્ટેનર કૉર્પ અને ડિવિઝ લેબ્સ 2.70-7.12 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, પેટ્રોનેટ એલએનજી, સીજી કન્ઝયુમર્સ, ઈન્ડિયન હોટલ્સ અને આલ્કેમ લેબ્સ 0.54-2.19 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં મન ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત બોરોસિલ, ગ્લોબલ ઑફશોર, મિર્ક ઈલેક્ટ્રોનિક અને યુનિપ્લાય ઈન્ડસ્ટ્રી 12.95-20.00 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આર્કોટેક, ક્લેરિસ લાઇફ, એનડીટીવી, બૉમ્બે ડાઇન અને શ્રી અધિકારી 4.97-16.75 ટકા સુધી તૂટીને બંધ થયા છે.