બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10741 પર બંધ, સેન્સેક્સ 156 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 15:41  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે બજારમાં ઉતાર-ચઢાવની સાથે કારોબાર જોવાને મળ્યો છે. દિવસના નિચલા સ્તરોથી સુધારાની બાવજૂદ સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની નબળાઈ જોવાને મળી છે. બેન્ક શેરોએ સૌથી વધારે બજારનો મૂડ બગાડ્યો. નિફ્ટી 10750 ની નીચે લપસીને બંધ થયા છે જ્યારે સેન્સેક્સ 35400 ની નીચે આવીને બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 10699.7 સુધી ગોથા લગાવ્યા હતા જ્યારે સેન્સેક્સ 35241.63 સુધી તૂટ્યા હતા.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં દબાણ જોવામાં આવ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકા ઘટીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં મામૂલી ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સપાટ થઈને બંધ થયા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, ઑટો અને ફાર્મા શેરોમાં સૌથી વધારે દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.11 ટકાના ઘટાડાની સાથે 26180.95 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને રિયલ્ટી શેરોમાં વધારા સાથે કારોબાર રહ્યો.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 156.06 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 35387.88 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 60.75 અંક એટલે કે 0.56 ટકાની નબળાઈ સાથે 10741.10 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, ગેલ અને બીપીસીએલ 2.17-3.67 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચયુએલ, લ્યુપિન, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, યસ બેન્ક અને ઝિ એન્ટરટેનમેન્ટ 1.04-3.87 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વક્રાંગી, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ફેડરલ બેન્ક, મેક્સ ફાઈનાન્શિયલ અને પેટ્રોનેટ એલએનજી 2.89-5 ટકા સુધી નબળો થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યૂ એનર્જી, નાલ્કો, ગ્લેનમાર્ક, એમફેસિસ અને મેરિકો 2.65-4.13 ટકા સુધી વધીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં મોરેપન લેબ્સ, સિન્ડિકેટ બેન્ક, ક્લેરિએન્ટ કેમિકલ્સ, સેન્ચ્યુરી પ્લાય અને ઈરોઝ આઈએનટીએલ 15.18-8.2 ટકા સુધી ઘટીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ રિયલ, એચઈજી, વી-માર્ટ રિટેલ, પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ અને પ્રિમિયર એક્પ્લોર 8.29-12.04 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.