બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 14760 ની ઊપર બંધ, સેન્સેક્સ 49850 ની નજીક

ના રોજ પ્રકાશિત Mon, 01, 2021 પર 15:48  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14760 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49850 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,806.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,058.42 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.64 ટકા વધીને 20,305.88 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાની મજબૂતીની સાથે 20,489.01 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 749.85 અંક એટલે કે 1.53 ટકાની મામૂલી મજબૂતીની સાથે 49849.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 232.30 અંક એટલે કે 1.60 ટકાની નજીવા વધારાની સાથે 14761.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં 1.05-2.38 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.41 ટકાના વધારાની સાથે 35,296 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, ઓએનજીસી, યુપીએલ, શ્રી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 4.00-6.67 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ 4.26 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈઆરસીટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, ભારત ઈલેક્ટ્રિક, 3એમ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશન 5.58-12.12 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એન્ડ્યોરન્સ ટેકનોલૉજી, બેન્ક ઑફ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ અને યુનિયન બેન્ક 1.35-1.97 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આરષ્ટ્રિય કેમિકલ, એનએફએલ, ગ્રેવિટા ઈન્ડિયા, એમએમટીસી અને મેક્સ વેન્ચર 19.94-19.96 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હિમાદ્રી સ્પેશલ, અરમાન ફાઈનાન્શિયલ, સોલાર એક્ટિવ પેપર, ગ્લોબસ સ્પિરિટ્સ અને હુહુતામકી ઈન્ડિયા 4.56-12.74 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.