બજાર » સમાચાર » બજાર

નિફ્ટીમાં સમાવેશ થશે જેએસડબ્લ્યૂ સ્ટીલ, લ્યૂપિન બહાર

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટીમાં ઑક્ટોબર સિરિઝથી ફેરબદલ જોવા મળશે. જેએસડબ્લ્યૂ સ્ટીલને નિફ્ટીમાં સમાવવામાં આવશે અને લ્યુપિન બહાર નીકળશે. ઑક્ટોબર સિરિઝના પહેલા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે આ ફેરફાર લાગુ થશે. સાથે જ નિફ્ટી નેક્સ્ટ ઇન્ડેક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બંધન બેન્ક, બાયૉકોન, એચડીએફસી લાઇફ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, લ્યુપિન અને ન્યુ ઇન્ડિયા અશ્યોરન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ક્યુમિન્સ, ઇમામી, પીએફસી, આરઈસી, પીએનબી જેવા સ્ટૉક્સને બહાર કરવામાં આવ્યા છે.