બજાર » સમાચાર » બજાર

નિર્ભયા કેસમાં દોષીતોને 3 માર્ચે ફાંસી

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 18:35  |  સ્ત્રોત : CNBC-Bajar

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. હવે નવા ડેથ વોરન્ટ પ્રમાણે દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, તેમને સંપૂર્ણ આશા છે કે, 3 માર્ચે દોષિતોને ફાંસી આપવામાં આવશે. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું કે, હજી પણ દોષિતો પાસે ધણાં કાયદાકીય વિકલ્પો છે. જો તે વિકલ્પોનો તેમને ઉપયોગ કરવા દેવામાં નહીં આવે તો તે મિસકેરેજ ઓફ જસ્ટિસ થશે. કોર્ટને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, દોષી વિનય શર્મા તિહારમાં ભૂખ હડતાલ કરી રહ્યો છે.