બજાર » સમાચાર » બજાર

ગરીબો માટે અન્ન અને ધન બન્નેની મદદ, Corona Warriors માટે મેડિકલ ઈન્શ્યોરન્સ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 13:52  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણામંત્રી નિર્મળા સીતારમણની પ્રેસ કૉન્ફ્રેન્સ શરૂ થઈ ગઈ છે. એફએમએ કહ્યુ કે લૉકડાઉનથી પ્રભાવિત ગરીબોને મદદ કરવામાં આવશે. તેમણે ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. ગરીબો માટે કેશ ટ્રાનસ્ફર પણ કરશે. તેમણે આગળ કહ્યુ કે Corona Warriors માટે મેડિકલ ઈન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. એફએમએ કહ્યુ કે ગરીબો માટે અન્ન અને ધન બન્નેની મદદ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યુ કે 3 મહીના માટે ગરીબોને મફ્તમાં ઘઉં, ચોખા, દાળ આપવામાં આવશે. 3 મહીના માટે ગરીબોને 5 કીલો અતિરિક્ત ઘઉં આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ લોકો શામિલ છે. જ્યારે સ્વાસ્થય કર્મિયોને 50 લાખ/વ્યક્તિનો ઈન્શ્યોરન્સ કવર આપવાની ઘોષણા કરી છે. DBT ના દ્વારા ગરીબોને પૈસા પણ આપવામાં આવશે. એફએમએ કહ્યુ કે ખેડૂતોના સમ્માનની કિસ્ત તુરંત ખેડૂતોને આપશે. એપ્રિલમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવશે. મનરેગાના કિસ્તાથી 5 કરોડ પરિવારોને ફાયદો મળશે. મનરેગાની મજદૂરી 182 થી વધારીને 202 રૂપિયા કર્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ લોકો શામિલ છે. જ્યારે સ્વાસ્થય કર્મિયોને 50 લાખ/વ્યક્તિનો ઈશ્યોરન્સ કવર દેવાની ઘોષણા કરી છે. DBT ના દ્વારા ગરીબોને પૈસા પણ આપવામાં આવશે. એફએમએ આગળ જણાવ્યુ કે DBTથી દિવ્યાંગો, વૃદ્ધોની મદદ કરવામાં આવશે. વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને DBT ના દ્વારા અતિરિક્ત 1000 રૂપિયાની મદદ મળશે. 3 મહિના સુધી મહિલા જનધન અકાઉન્ટમાં 500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે. તેનાથી 20 કરોડ મહિલા જનધન ખાતાધારકોને ફાયદો મળશે. ઉજ્જવલા સ્કીમમાં 3 મહીના સુધી સિલિંડર ફ્રી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે તેનાથી ઉજ્જવલા યોજનાનો 8 કરોડ મહિલાઓને ફાયદો મળશે.

એફએમએ જણાવ્યુ કે રાહત પેકેજમાં 63 લાખ SHGs (Self help groups) ને લોન શર્તોમાં છૂટ આપવામાં આવી છે. શર્તોમાં છૂટના મુજબ SHGs ને 10 લાખની જગ્યાએ 20 લાખનું collateral free loan મળશે. Organise sector માટે સરકારે જાહેરાત કરી છે. એફએમએ જણાવ્યુ કે આવતા 3 મહીના સરકાર Employee/Employer ના EPF contribution ભરશે. 100 કર્મચારી સુધી વાળી કંપનીઓના EPF contribution ની સુવિધા મળશે. જ્યારે પીએફ રકમ નિકાળવાની શર્તને ઢીલ દેવામાં આવી છે ત્યાર બાદ પીએફ ના 75 ટકા કે 3 મહીનાની સેલેરી કાઢી શકશે. તેમણે કહ્યુ કે બધી જાહેરાતો તત્કાલ પ્રભાવથી લાગૂ થશે.