બજાર » સમાચાર » બજાર

મિલેનિયલ્સ ગાડી નથી ખરીદી રહ્યા, એટલા માટે કારનું વેચાણ ઘટ્યુ: ફાઈનાન્સ મિનિસ્ટર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે ઑટો ઈન્ડસ્ટ્રીમાં સુસ્તીનું કારણ શોધી લીધુ છે. તેમણે જણાવ્યુ કે ઑટો સેક્ટરનું વેચાણ મિલેનિયલ્સ માઇંડસેટના લીધેથી ઘટ્યુ છે. તે લોકો એપ બેસ્ડ ઓલા ઉબરનો ઉપયોગ કરવા લાગ્યા છે જેના લીધેથી ગાડીઓનું સેલ્સ ઘટી ગયુ છે.

ન્યુઝ એજેન્સી ANI ના મુજબ, સીતારમણે કહ્યુ કે ઑટો ઈન્ડસ્ટ્રીઝ પર BS6 અને મિલેનિયસ્ માઇંડસેટના લીધેથી ચોટ પડી છે. નવા જમાનાના લોકો ગાડીઓ ખરીદવાની જગ્યાએ ઓલા-ઉબરનો ઉપયોગ કરી રહ્યા છે.

ઈન્ડસ્ટ્રી બૉડી SIAM ના મુજબ, ઑટો સેક્ટરના સેલ્સ ઓગસ્ટમાં 41.09 ટકા સુધી ઘટી ગયા છે. નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસોમાં લીધેલા નિર્ણય અને તેની અસરના મોકા પર ફાઈનાન્સ મિનિસ્ટરે ઑટો સેક્ટરમાં ઘટાડા પર ચર્ચા કરી.

ગત વર્ષ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો કે 1 એપ્રિલ 2020 થી ભારત ગેસ(BS)IV વાળી ગાડીઓનું વેચાણ નહીં થશે.