બજાર » સમાચાર » બજાર

Nirmala sithraman on Coronavirus Live: FM એ કહ્યું કે, ફાઈનાન્શિયલ ઇમરજન્સી લગાવાની યોજના નહીં

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 13:39  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાવાયરસ (Coronavirus) સંક્રમણના લીધેથી કેટલાક રાજ્યોને લોકડાઉન અને કર્ફ્યુ લગાડી દીધો છે, જેનાથી કામકાજ લગભગ ઠપ છે. તેનું મોટું નુકસાન કંપનીઓ અને અર્થતંત્રને થયું છે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન નિર્મળા સીતારામને ટ્વીટ કર્યું છે કે તે કંપનીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરશે.


03:05 PM

બેન્કિંગથી જોડાયેલા નિર્ણય

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યુ કે આવતા ત્રણ મહીના માટે ATM થી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે. તેનો મતલબ છે કે તમે કોઈપણ પણ બેન્કથી જેટલી વાર ઈચ્છો તેટલી વાર, જેટલી ઈચ્છો તેટલી રકમ ઉપાડી શકો છો. સાથે જ તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરત નથી. ડિઝિટલ ટ્રેડ અને ટ્રાંજેક્શન પર લાગવા વાળા બેંક ચાર્જને પણ ઓછો કરી દેવામાં આવ્યો છે.


02:55 PM

આઈબીસી પર જાહેરાત

ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યુ, ડિફૉલ્ટની શરૂઆત હજુ 1 લાખ રૂપિયાથી થતી હતી જેને વધારીને 1 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.

02:52 PM

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામણે કહ્યુ કે કોઈ ઈન્ડિપેંડેન્ટ ડાયરેક્ટર જો ફિસ્કલ વર્ષ 2020 માં કોઈ બેઠક નહીં કરે તો તેને નિયમોનું ઉલ્લંઘન નહીં માનવામાં આવે.


02:50 PM

કોઈ કંપનીના ડાયરેક્ટર જો મિનિમમ રેજિડેંસીની શર્તને નહીં માને તો તેને નિયમોનું ઉલ્લંઘન નહીં માનવામાં આવે. કોઈ ડાયરેક્ટર માટે દેશમાં ઓછામાં ઓછા 182 દિવસ રહેવુ પડ્યુ હતુ પરંતુ હવે તે એવુ નથી કરી શકતા તો તે નિયમોનું ઉલ્લંઘન નહીં માનવામાં આવે.

02:46 PM

Applicability of The Companies Auditors Report Order 2020 જે પહેલા ફિસ્કલ વર્ષ 2019-20 માં આવાવાળી હતી હવે તેનાથી ફિસ્કલ વર્ષ 2020-21 માટે મુલતવી દેવામાં આવ્યુ છે.

02:45 PM

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામણે કહ્યુ કે કંપનીઓની બોર્ડ મીટિંગના આવતા બે ક્વાર્ટર સુધી 60 દિવસોની મોહલત આપવામાં આવી છે.

કસ્ટમથી જોડાયેલી જાહેરાત

કસ્ટમ ક્લીયરન્સથી જોડાયેલ મામલાને લિપટવા 30 જૂન 2020 સુધી 24X7 કરવામાં આવશે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામણે કહ્યુ કે સબકા વિશ્વાસ સ્કીમની અંતિમ તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. તેની હેઠળ ઈનડાયરેક્ટ ટેક્સથી જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે.


02:39 PM

ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યુ કે જે કંપનીઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછી હશે તેને મોડેથી જીએસટી રિર્ટન ફાઈલ કરવા પર કોઈ પેનાલ્ટી કે લેટ ફી નહી આપવી પડે.

02:38 PM

જીએસટી ફાઇલ કરવામાં પણ રાહત

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સિતારામણે કહ્યુ કે માર્ચ, એપ્રિલ અને મે 2020 માટે જીએસટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. આ ત્રણ મહીનાઓ માટે તારીખ અલગ-અલગ થઈ શકે છે પરંતુ આ બધી અંતિમ તારીખો જૂન મહીનાના અંતમાં પૂર્ણ થઈ જશે.

02:37 PM

ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યુ કે હજુ ફાઈનાન્શિયલ ઈમરજન્સી (Financial emergency) લગાવાનો પ્લાન નથી, તેવો કોઈ રિપોર્ટ દાવો કરી રહ્યા છે.

02:35 PM

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સિતારામણે કહ્યુ કે વિવાદથી વિશ્વાસ (Vivaad se Vishwas) સ્કીમની અંતિમ તારીખ વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. આધાર પેન કાર્ડ લિંક કરવાની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. તેની પહેલા તે 31 માર્ચ 2020 હતી.

02:30 PM

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી.

ફાઈનાન્શિયલ વર્ષ 2018-19  માટે ઈનકમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 જૂન રહેશે. પહેલા તેની અંતિમ તારીખ 31 માર્ચ હતી પરંતુ હવે તેને વધારીને 30 જૂન 2020 સુધી કરી દીધી છે.

અમે statutory and regulatory compliance થી જોડાયેલી એક વિસ્તૃત યોજના લઈને આવ્યા છે એટલે કે કંપનીઓને ઇનકમ ટેક્સ એટલે કે IBC કોડથી જોડાયેલા નિયમોનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી ના થાય.


02:25 PM

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામણે કહ્યુ કે લૉકડાઉન આ હેતુ માટે કર્યુ છે કે કોરોનાવાયરસના સંક્રમણને રોકી શકવામાં આવે. અમે એક રાહત પેકેજ લઈને આવી શકે છે જેની જાહેરાત જલ્દી થશે.

01:30 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને રાહત પેકેજની જાહેરાત કરશે. તે આજે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. તેમનો ફોક્સ મુખ્યત્વે સેચ્યુરી એન્ડ રેગુલેટરી કંપ્લાએન્સ (statutory and regulatory compliance) થી જોડાયેલા મુદાઓ પર હશે.

નિર્મલા સીતારામને એક ટ્વિટમાં કહ્યું છે, "કોરોના લોકડાઉનમાં અમને સપોર્ટ કરવાવાળી કંપનીઓ માટે અમારું ઇકોનૉમિક પેકેજ તૈયાર છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. આજે બપોરે 2 વાગ્યે તેની જાહેરાત કરવામાં આવશે. તેનો ફોક્સ ખાસ કરીને statutory and regulatory compliance પર રહેશે.