બજાર » સમાચાર » બજાર

હાલ માર્કેટની સ્થિતિ સાથે ખુશ નથી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 18:21  |  સ્ત્રોત : CNBC-Bajar

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા હાલ માર્કેટની સ્થિતિથી ખુશ નથી. પરંતુ તેઓ વેચવાલીનો મત પણ નથી રાખી રહ્યા. સીએનબીસી ટીવી 18 ના શિરીન ભાન સાથે ખાસ વાતચીતમાં ઝૂનઝૂનવાલાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અર્થતંત્ર અને માર્કેટમાં રિકવરી જરૂર જોવા મળશે. પરંતુ સવાલ એ છે કે ક્યારે. તેમણે એમ પણ કહ્યું કે કારોબારીઓની જોખમ લેવાની તાકાત પર અસર પહોંચી છે


જેના કારણે સરકારે કારોબારીઓને ખાતરી આપવા માટે પગલા લેવા જરૂરી છે. આ સાથે તેમનું એમ પણ માનવું છે કે ટૂંકાગાળા માટે રાહત પેકેજ પણ મોટું કામ કરશે ભલે તેનાથી ભારતની નાણાંકીય ખાધ 3.7 ટકા પર પહોંચે. ઝૂનઝૂનવાલાએ એમ પણ કહ્યું કે તેમને આશા નથી કે નિફ્ટી 10750ના સ્તરની નીચે જશે.


રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવુ છે કે સ્મૉલકેપ અને મિડકેપમાં ફરીથી તેજી જોવા મળશે. એફપીઆઈ સરચાર્જથી ખોટી ગતિવિધિઓને અસર કરશે. સાચા લોકો હાલ જીતી રહ્યા છે. કારોબારીઓની જોખમ લેવાની ક્ષમતા પર અસર છે. સ્લોડાઉનના કારણને શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. નાણાંકીય મામલે ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.


રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવુ છે કે અર્થતંત્રને ટૂંકા ગાળાની રાહતની જરૂરત છે. બિઝનેસ મોડલમાં સુધારાની પ્રક્રિયા ચાલતી રહેવી જોઇએ. કારોબારીઓને સરકારે આશ્વાસન આપવાની જરૂરત છે. સરકારે નજીકના ગાળામાં નાણાંકીય રાહત આપવાની જરૂરત છે. નાણાંકીય ખાધ 3.7 ટકા સુધી પહોંચે તો પણ વાંધો નથી.