બજાર » સમાચાર » બજાર

હવે મળશે આધાર પરત કરવાનો અધિકાર

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

જલ્દી તમને તમારા આધાર નંબર સરન્ડર કરવાનો અધિકાર મળી શકે છે. આ બાદ જો તમે આધાર પરત કરો છો તો તમારૂ બાયોમેટ્રિક અને અન્ય ડેટાને પણ હટાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આધાર પર આપેલા નિર્ણયમાં કહ્યું હતું કે બાળકોને આ અધિકાર આપવામાં આવે જેથી તે 18 વર્ષના થાય તો આધારને કઢાવવાનો નિર્ણય લઇ શકે. સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને આગળ વધારતા હવે માત્ર બાળકોને નહીં પરંતુ આ અધિકાર બધાને આપવાનો નિર્ણય કર્યો.


આધાર નંબર સરન્ડર કરવાનો અધિકાર મળશે. બાયોમેટ્રિક્સ, ડેટા હટાવવાનો અધિકાર મળશે. હાલ આધારથી બહાર નીકળવાનું પ્રાવધાન નથી. આધાર ઓથોરિટીએ કેબિનેટ નોટ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે વિકલ્પ આપવાનો આદેશ આપ્યો હતો. બાળકો મોટા થવા પર બહાર નીકળવાનો વિકલ્પ છે. કાયદા મંત્રાલયે બધાને વિકલ્પની ભલામણ કરી છે. પરંતુ આધાર છોડનારને સબ્સિડી નહીં મળે છે.