બજાર » સમાચાર » બજાર

પરીક્ષા રદ કરવાના સમર્થનમાં હવે NSUI

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે આખા ગુજરાતમાં NSUI વિરોધ કરી રહ્યું છે અને કોલેજ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા માટે NSUIના કાર્યકાર્યો પહોંચ્યો હતા.


ઉલ્લેખનીય છે કે અહીં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, જ્યાર બાદ છેલ્લાં ઘણાં દિવસથી ગાંધીનગરમાં પરીક્ષા રદ્દ કરવા માટે ઘણાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે.


તેમને મળવા ઘણાં કોંગ્રેસના ઘણાં નેતાઓ પણ પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ જ કોલેજ બંધ કરવામાં આવી હતી.


તો અમદાવાદમાં પણ NSUIનો વિરોધ જોવા મળ્યો. અમદાવાદમાં પણ NSUIએ બંધ પડાવ્યો હતો. ઘણી જગ્યાઓ પર આજે શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. સોમલલિત, નેશનલ કોલેજ, GLS કોલેજની બહાર NSUI હોબાળો કરશે એવા ડરથી જ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.


સુરતમાં પણ NSUIનો વિરોધ જોવા મળ્યો હતો. બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં NSUIએ વહેલી સવારે શરૂ થતીત કોલેજ બંધ કરવામાં આવી હતી. સવારે જ NSUIના કાર્યકરો કોલેજોમાં પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો.


બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા માટે કેટલાક પરીક્ષાર્થીઓ હજુ પણ ધરણા પર બેઠા છે. જોકે આ ધરણામાં પરીક્ષાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. સતત ત્રણ રાત સુધી પરીક્ષાર્થીઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધમાં જોડાયેલા નેતાઓ હાલ અહીંથી ગાયબ છે..અહીં માત્ર કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પરીક્ષાર્થીઓની સાથે બેઠા છે.