બજાર » સમાચાર » બજાર

કોરોના વાયરસનો સામનો કરવા માટે ઓડિશા સરકારે દેખાડિ ચીન જેવી ફુર્તી

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પણ ચાલથી ચાલ મળીવી લીધી છે. આ રોગચાળાના સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આખા દેશને 21 દિવસ માટે લૉકડાઉન કરી દીધો છે. આ દરમિયાન ઓડિશા સરકારે બે સપ્તાહમાં 1000 બેડની હોસ્પિટલની જાહેરાત કરી છે. આ હોસ્પિટલ ફક્ત અને ફક્ત કોરોના (Covid -19) ના દર્દીઓ માટે સમર્પિત કરવામાં આવશે.


ઓડિશામાં ભલે જ કોરોના વાયરસ થી સંક્રામણના કેસોની સંખ્યા 2 છે, નવીન પટનાયક સરકારે સવારમાં 15 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવાની જાહેરાત કરી દીધી છે. ઓડિશા દેશનું પહેલું રાજ્ય બન્યું છે જે માત્ર અને માત્ર કોરોના વાયરસથી પીડિતો માટે હોસ્પિટલ બનાવવાનું છે. હોસ્પિટલ બનાવવા માટે ઓડિશા સરકારની કોર્પોરેટ અને મેડિકલ કોલેજો વચ્ચે એક ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં ફક્ત કોરોના વાયરસ પીડિતોની સારવાર કરવામાં આવશે. 15 દિવસ બાદ આ હોસ્પિટલનું ઓપરેશન શરૂ થશે.


એકંદરે કોરોનાના જોખમ જોતા ઓડિશા સરકાર ચીનની જેમ ફુર્તી દેખાડી રહી છે. એના પહેલા ચીન વુહાન શહેરમાં કોરોના વાયરસ ફેલાયા બાદ ત્યાની સરકારે 10 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરી હતી. સાથે જ 1400 ડોક્ટરોની ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી.


સરકારી આંકડાના અનુસાન દેશમાં અત્યાર સુધીમાં 649 લોકોને કોરોના વાયરસનો સંક્રામણ લાગ્યો છે. જે માંથી 13 લોકોની મોત થઇ ગઇ છે. આ સાથે 43 સ્વસ્થ થઈને હોસ્પિટલથી તેમના ઘરે ગયા છે. કોરોના વાયરસને ઓડિશામાં અત્યાર સુધીમાં 2 કેસ સામે આવ્યા છે, પરંતુ સરકારે ગંભીરતાથી જોતા પહેલાથી જ તેની પર સખત નજર રાખી છે.