
એલઆરડી પરીક્ષાની નવી તારીખની સત્તાવાર જાહેરાત
લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખની સત્તાવાર જાહેરાત કરાઇ. જાન્યુઆરીની 6 તારીખે ફરીથી પરીક્ષા લેવાશે.
પેપરકાંડ મામલે સૌથી મોટી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી. હવે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ પોલીસ સકંજામાં આવ્યો. યશપાલની મહીસાગરના વીરપુરથી ધરપકડ કરવામાં આવી.
તો પેપરકાંડના મુખ્ય સૂત્રધાર યશપાલના સીસીટીવી સામે આવ્યા. યશપાલનો પરીક્ષાખંડમાં પ્રવેશતી વખતનો અને બહાર નીકળતી વખતનો વીડિયો સામે આવ્યો. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં જોઈ શકાય છે.
પેપરલીકમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર છાપવાનું કામ દિલ્હીની કંપનીને સોંપવામાં આવ્યુ હતુ. દિલ્હીની એક કંપનીએ આ પેપર છાપ્યુ હતુ.
ગાંધીનગર સેક્ટર સાતની ટીમ 2 આરોપીને લઇને દિલ્હી માટે રવાના થઇ. આ બે આરોપીમાં પ્રિતેશ અને અજયનો સમાવેશ થાય છે. આ બન્ને દિલ્હી ગયા હોવાની શંકાના આધારે દિલ્હીમાં પોલીસ તપાસ કરશે.
પેપરકાંડ મામલે ગરમાયું રાજકારણ. અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને ન્યાય યાત્રા. પૂર્વ મંત્રી અને ધારાસભ્યનું નામ કૌભાંડમા હોવાનો કોંગ્રેસનો આરોપ.