બજાર » સમાચાર » બજાર

ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 18:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે. ટીમ ઇન્ડિયાના ગબ્બર એટેલે કે શિખર ધવન વર્લ્ડ કપ માંથી બહાર થયા છે. ટીમના મેનેજર સુનિલ સુબ્રમણ્યને જણાવ્યું કે ધવનને અંગુઠાનું ડાબા હાથમાં ફેક્ચર થયું છે પરંતુ તેમનુ ફેક્ચર જુલાઇના મધ્યભાગ સુધી સારૂ થઇ શકે તેમ નથી. જેના કારણે તેમની જગ્યાએ રિપ્લેશમેન્ટ તરીકે વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંતનો ટીમમા સમાવેશ કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધવનને ઇજા થઇ હતી તે બાદ તેમની જગ્યાએ કે એલ રાહુલને ઓપનિંગની તક આપવામાં આવી હતી.