બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં ડુંગળીનો ભાવ આસમાને

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં ડુંગળી ડોલર અને યુરોથી પણ મોંઘી થઈ છે. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલીવાર 120થી 150 રૂપિયે કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 15 રૂપિયે કિલોની આસપાસ હતો. ચાર મહિનામાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. 30થી 40નો વધારો થયો છે.


ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં ડુંગળી 100 રૂપિયાથી લઇને 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જે લોકો પહેલા 3થી 4 કિલો ડુંગળી ખરીદતા હતા, તે આજે 500 ગ્રામ ડુંગળી ખરીદી રહ્યા છે. આજ મામલે અમારા સંવાદદાતા દીપિકા ખુમાણે લોકો સાથે વાતચીત કરી હતી.