બજાર » સમાચાર » બજાર

માર્કેટ પર અસર પર દિગ્ગજોનો મત

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 13:50  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટમાં સતત બે દિવસથી તેજી જોવા મળી રહી છે, શું છે માર્કેટ તેજી પાછળના મુખ્ય કારણો શું છે? ક્યા શૅર્સ કે સેક્ટર્સ ભજવે છે મોટો ફાળો? શું મોદી રેલી છે હજુ યથાવત? હવે જાણીએ ભાજપની ઐતિહાસિક જીત. અને તેની માર્કેટ પર અસર પર દિગ્ગજોનો મત.


જયેશ મહેતાનું કહેવુ છે કે સરકારે ડી ગ્રોથ થાઇ તેવું કઇ જ કર્યું નથી. સરકારે બિઝનેસ અને ગ્રોથને ઘણો સર્પોટ જ કર્યો છે. રોકાણકારો હાલ અર્નિંગ જોઇને હાલ થોડા નબળા રહેશે. આવનાર છ મહિનામાં ઘણા ફેરફાર જોઇશું. બેન્કિંગ સેક્ટર હાલ થોડું નબળું થઇ ગયું છે. સ્થિરતા આવે તો બેન્કમાં ગ્રોથ જોવા મળશે.


જયેશ મહેતાનું કહેવુ છે કે આપણે ગ્રોથ માટે પાયો મજબૂત કરી દીધો છે. સરકારને ક્રેડિટ ગ્રોથ માટે પ્રયાસ કરવા જોઈયે. દેશ ચલાવવુ એ સરકારને સારી રીતે આવડે છે. US-ચાઈનાના ટ્રેડ વોરના કારણે મુશ્કેલીઓ વધે છે. જેની અસર આપણને ભારતમાં પણ દેખાશે. પરંતુ સરકાર સ્થિર રહેવાના કારણે અસર ઓછી રહેશે.


કેકી મિસ્ત્રીનું કહેવુ છે કે સરકારને આટલુ જનાદેશ મળશે એની આશ ન હતી. આ સિસ્ટસ માટે ઘણુ સારૂ છે. સરકાર પાસે રિફોર્મ કરવાની ક્ષમતા છે.


બાયોકોનના ચેરપસર્ન & મૅનેજિંગ ડિરેક્ટર કિરણ મજમૂદારનું કહેવુ છે કે મોદી સરકાર માટે ઐતિહાસિક જીત હતી. ભારતને સ્થિર ઇકોનોમિક્સ જોઇએ છે. મોદી સરકારે પહેલા પાંચ વર્ષમાં ઘણી પોલિસી, સ્ટ્રેટેજી બનાવી છે. હવેના પાંચ વર્ષમાં તેનો અમલ કરશે.


અરવિંદના સીએમડી, સંજય લાલભાઇનું કહેવુ છે કે મોદી એક સારા નેતા છે તેથી તેમને સપોર્ટ કર્યો છે. જે લાયક છે તેને જ જવાબદારી સોંપવામાં આવે છે. છેલ્લા 5 માં સરકારે સારા કામ કર્યા છે. ભારતની ગરીબી દૂર થવી જોઈએ. ભારતની વૃદ્ધિ થવી જોઈએ. આ કામમાં હવે આપણે મોદીને સાથ આપવો જોઈએ.


કોટક એએમસીના એમડી અને સીઈઓ, નિલેશ શાહનું કહેવુ છે કે આપણો મોંઘવારીનો દર ડેવલપ માર્કેટની બરોબર આવી ગયો છે. મોંઘવારીને કાબૂમાં રાખવાની આડ અસર ગ્રોથ પર જોવા મળી છે. માર્કેટને આવનાર 5 વર્ષમાં સારા ગ્રોથની અપેક્ષા છે. આપણી મેક્રો ઇકોનોમિક પરિસ્થિતી સારી જ છે. સ્થાનિક લેવલે બજારમાં જોઈએ એટલો ગ્રોથ જોવા નથી મળ્યો. દરેક ઇન્સ્ટીટ્યૂટનો પૉલિટિકલ ડર નીકળી ગયો છે.


નિલેશ શાહનું કહેવુ છે કે ગયા પાંચ વર્ષમાં સરકારે લીધેના નિર્ણના ફળ હવે જોવા મળશે. આવનાર 5 વર્ષ ગત પાંચ વર્ષની તુલનાએ સારા રહેશે. આ ઈવેન્ટ માર્કેટ માટે એક મોટું બુસ્ટ સાબિત થઈ છે. અમુક સેક્ટરમાં ગ્રોથની સમસ્યા રહી શકે છે. લાંબાગાળા માટેનું આઉટલૂક વધારે સારૂ દેખાઈ રહ્યું છે.


ગોદરેજ ગ્રૂપના ચેરમેન, આદી ગોદરેજનું કહેવુ છે કે મોદી સરકાર ફરીથી આવી તે ભારતના અર્થતંત્ર માટે સારૂ છે. એનડીએની સરકાર આવવાથી ભારતા ગ્રોથમાં વધારો થશે. હવે મોદી સરકાર ઘણા નવા અને સારા પરિવર્તનો લાવશે. સરકારે ખાસ કરીને કોર્પોરેટ ટેક્સ ઓછા કરવા જોઈએ.