બજાર » સમાચાર » બજાર

વિપક્ષ પાસે વિઝન નથી: નરેન્દ્ર મોદી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 18:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણી મહાસંગ્રામના છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાન મોદીએ પટનાથી નેટવર્ક 18 સાથે ખાસ વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ ખાસ વાતચીતમાં કહ્યું કે વિપક્ષ પ્રચાર થકી કોઇ પણ ગાળો આપી રહ્યું છે કારણ કે તેમની પાસે કોઇ વિઝન કે નારો નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે ગુજરાતમાં આટલા વર્ષ સુધી કામ કર્યું પરંતુ એક પણ વખત જાતિની વાત થઇ નથી. આ સાથે તેમણે બંગાળમાં હિંસા મુદ્દે વાત કરતા કહ્યું કે લોકતંત્રની વાત કરનારા હવે કેમ ચૂપ છે.


ચૂંટણી કયા મુદ્દા પર છે?


વિપક્ષ પાસે કોઇ મુદ્દા નથી ચૂંટણી લડવા માટે છે. પક્ષ પાસે વિઝન, પીએમ પદના ઉમેદવાર નથી. વિપક્ષ પાસે કોઇ નારો નથી. વિપક્ષ એકમત નથી. માત્ર મોદીને ગાળો આપવી છે. વિપક્ષ માટે મોદી એક સહારો છે. પહેલી ચૂંટણી છે જેમાં મોદી વિપક્ષનો પણ મુદ્દો છે. દેશમાં આવી ચૂંટણી ક્યારેય નથી થઇ.


જાતિગત હુમલા પર શું મત?


ગુજરાતમાં આટલા વર્ષ સુધી જાતિની વાત નથી થઇ. જાતિ સાથે કોઇ લેવાદેવા નથી. મારી જાતિ ગરીબની જાતિ છે. સ્વતંત્રતાના આટલા વર્ષ બાદ પણ ગરીબોની ખરાબ સ્થિતિ છે. મોદી સરકારનું કામ પહેલા થયું હોત તો આજે જરૂરત ન પડત.


બંગાળમાં હિંસા કેટલી યોગ્ય?


લોકતંત્રમાં વિશ્વાસ કરે છે તેમનું મૌન ખરાબ છે. મોદી વિરૂદ્ધ બોલવું છે પરંતુ બાકી લોકો પર નહીં. કાશ્મીરમાં પંચાયત ચૂંટણી દરમ્યાન કોઇ હિંસા ન થઇ. બંગાળમાં પંચાયત ચૂંટણી દરમ્યાન અનેક હિંસાઓ થઇ છે. લોકતંત્રની વાત કરનાર લોકો ચૂપ કેમ છે. ન્યૂટ્રલ ગણાવનાર લોકો ચૂપ રહ્યા છે. BJPની અનેક મંજૂરીઓને રદ કરવામાં આવી છે. મમતા બેનર્જી અને TMCને બંગાળની જનતાનો ભય છે. લડાઇ બંગાળ સરકાર, TMC, TMCના ગુંડાની જનતા સામે લડાઇ છે.


BJPને બહુમત મળશે કે NDAની જરૂર?


BJP ગઇ વખત કરતા વધુ સીટથી જીતશે. BJPનું વોટશૅર, માર્જિન પણ વધશે. BJPના બધા નારા જનતા પાસેથી આવ્યા છે. ચૂંટણી જનતા લડી રહી છે. NDAના સાથીઓની બેઠક, માર્જિન પણ વધશે.


આ ચૂંટણી પોલોરાઇઝ્ડ છે?


છબિ બગાડનાર 20 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. મારી છબિ બગાડનારની છબિ બગડી છે. વિભાજન વર્ટિકલ છે કે હોરિઝોન્ટલ છે. હું નથી માનતો કે વિભાજન છે. ગરીબ જાતિગત બંધનથી બહાર આવી ગયો છે.


વંશવાદ પર PM મોદીનો મત-


હું બાબાસાહેબ આંબેડકરનો વિદ્યાર્થી છું. લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન વંશવાદ છે. બાબાસાહેબ આંબેડકરે વંશવાદ પર સાચું કહ્યું છે. લોકતંત્ર માટે વંશવાદ ખતરનાક છે.


મુસ્લિમ વિરોધી કેમ કહેવાય છે?


વોટબેન્કનું રાજકારણ કરનારાઓનું આવું કામ છે. ભૂતકાળમાં મુસલમાનોને ભયજનક માહોલમાં રાખવામાં આવ્યા છે. અમે સબકા સાથ, સબકા વિકાસનું મંત્ર લઇને આવ્યા છે. જાતિના આધારે વિકાસ નથી કરી રહ્યા છે.


વારાણસીની અસર બીજી જિલ્લા પર પડશે?


દેશમાં કામ કરવું છે તો મોડલના આધારે કરવું જોઇએ. ગુજરાત મોડલના આધારે બીજે વિકાસ થયો છે. દેશને હવે ભવિષ્યના આધારે તૈયાર કરવાની જરૂરત છે.


ચૂંટણી પંચ પર વિવાદ કેમ?


આખા વિશ્વમાં ચૂંટણી પંચના વખાણ થાય છે. ચૂંટણી પ્રક્રિયાની આખા વિશ્વમાં વખાણ થાય છે. જીતે તો ચૂંટણી પંચ મહાન, હારે તો વિરોધ છે. વિપક્ષ પરાજય માટે કારણ શોધી રહ્યું છે.


મોદીનો વિકલ્પ છે?


વિપક્ષ પોતાને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. 23 મે પછી તો ફરી મોદી આવે છે તો કરશે શું?