બજાર » સમાચાર » બજાર

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસનો વિરોધ

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

તો દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ સામે રેલવે યુનિયને વિરોધ નોંધાવ્યો. રેલવે યુનિયને રેલવેના ખાનગીકરણ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને આજના દિવસના કાળા દિવસ સમાન ગણાવ્યો. ત્યારે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન બદલ રેલવે કર્મચારીઓની અટકાયત કરાઇ હતી. તો અમદાવાદ સિવાય સુરત અને વડોદરામાં તેજસ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો. સુરત અને વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે યૂનિયન સંગઠને ખાનગીકરણ અને રેલવે મંત્રાલય વિરુદ્ધ સત્રોચ્ચાર કર્યા.