બજાર » સમાચાર » બજાર

શિયાળુ સત્રમાં વિપક્ષનો હંગામો

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે માર્શલના નવા યુનિફોર્મ પર હંગામો શરૂ કરી દીધો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.


વિપક્ષના હંગામાને શાંત કરવા માટે રાજ્યસભાના ચેરમેન અને વૈંકેયા નાયડૂએ માર્શલના નવા યુનિફોર્મ પર ફરી એકવાર વિચાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


ગઈકાલે જ્યારે રાજ્યભાનું 250મું સત્ર શરૂ થયું ત્યારે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં ચેરમેન સાથે ઊભા રહેતા માર્શલની વરદી સેનાના જવાનો જેવી જોવા મળી હતી. જ્યાર બાદ વિપક્ષોએ હંગામો શરૂ કર્યો હતો.


તો બીજી તરફ આજે લોકસભામાં પણ હંગામો શરૂ થયો હતો. લોકસભામાં આજે સૌથી પહેલા 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગેની ચર્ચા શરૂ કરવામાં આવી હતી, ત્યારે જ વિપક્ષો દ્વારા હંગામો શરૂ કરવામાં આવ્યો હતો અને વિપક્ષના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા.


આ બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારના SPG સંરક્ષણ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે લોકસભામાં બપોરે બે વાગ્યે દિલ્હી તેમ જ દેશમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ચર્ચા થવાની છે. સૌથી છેલ્લે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પોતાનો જવાબ આપ્યો હતો.