બજાર » સમાચાર » બજાર

રેપ આરોપીઓના શવ સુરક્ષિત રાખવાના આદેશ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

હૈદરાબાદ રેપ અને હત્યા કેસમાં 4 આરોપીઓના એન્કાઉન્ટરની સામે તેલંગાણા હાઈ કોર્ટમાં એક રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. કોર્ટ રાજ્ય સરકારને 9 ડિસેમ્બર સુધી કથિત ચારેય આરોપીઓના શબને સાચવી રાખવાનો આદેશ આપ્યો છે.


ચીફ જસ્ટિસને વિનંતી કરવામાં આવી હતી કે આ ન્યાયિક મોત નથી અને આ મામલે કોર્ટ દ્વારા દખલગીરી કરવામાં આવે. કેટલાક સ્વતંત્ર સામાજીક કાર્યકર્તાઓ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.


ગઈકાલે ચારેય કથિત આરોપીઓના શબના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. તમામ પ્રક્રિયાની વીડિયો ગ્રાફી કરવામાં આવી હતી અને મહબુનનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજને સોંપવામાં આવશે.