બજાર » સમાચાર » બજાર

ભારત સામે આખરે ઝૂક્યું પાકિસ્તાન

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 12:33  |  સ્ત્રોત : CNBC-Bajar

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના દબાણમાં આવીને હાફિઝ સઈદને આતંકવાદી માની લીધો છે, પાકિસ્તાને પોતાના કાયદામાં ફેરફાર કરીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ પછી જમાત-ઉદ-દાવાના મુખ્યા હાફિઝ સઈદને આતંકવાદી માની લીધો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક અધ્યાદેશ બહાર પાડ્યો છે, જેનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધિત આતંકીઓ અને લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા અને તાલિબાન જેવા આતંકી સંગઠનો પર લગામ લગાવવાનો છે. અત્યાર સુધી હાફિઝ સઈદને માત્ર આતંકીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો.