બજાર » સમાચાર » બજાર

પાકિસ્તાનને FATFથી મળ્યો મોટો ઝટકો

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 19:12  |  સ્ત્રોત : CNBC-Bajar

વારંવાર ચેતવણી બાદ પણ આતંકીઓ પર કોઇ કાર્યવાહી કરવામાં નિષ્ફળ પાકિસ્તાનને FATFથી મોટો ઝટકો મળ્યો છે. FATF અટેલે કે ફાઇનેસિંયલ એક્શન ટાસ્ક ફોર્સે અલ્ટીમેટમ આપતા પાકિસ્તાનને ચાર મહિનામાં પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું.


FATFએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા જણાવ્યું કે તેણે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી આતંકીઓ વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરી તેના પર કાર્યવાહી કરવી પડશે. અને જો આ વખતે પાકિસ્તાન નિષ્ફળ રહ્યું તો કડક કાર્યવાહી માટે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે.


FATFએ જુન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું. અને 27 પોઇન્ટ એક્શન પ્લાન આપીને એક વર્ષનો સમય આપ્યો હતો. પરંતુ પાકિસ્તાન 27માંથી 22 પોઇન્ટે ફેલ રહ્યું હતું.