બજાર » સમાચાર » બજાર

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

પાકિસ્તાન દ્વારા ફરી ના-પાક હરકતો શરૂ કરી દેવામા આવી છે શ્રીનગરના કરણ નગર વિસ્તારમાં પાકિસ્તાની આંતકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. આજે સવારે ફરીથી તેઓએ ફાયરીંગ શરૂ કરી દીધું છે. કરણ નગર ચોકથી ગોલ માર્કેટ સુધીના વિસ્તારમાં સેનાના ભારે બંદોબસ્તને લીધે રસ્તો જામ થઇ થઇ ગયો હતો.


કરણ નગરના સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવામાં નિષ્ફળ રહેલા આંતકવાદીઓએ નજીકના બિલ્ડીંગ પરથી ગન ફાયર કરવાની શરૂ કરી હતી. સિકયોરીટી એજન્સીના નિર્દેશ બાદ શહેરમાં ઇન્ટરનેટ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલની મુઠભેડમાં સીઆરપીએફના એક સૈનિક શહીદ થઇ ગયા છે અને પોલીસ અધિકારી ઘાયલ થયા છે.


જમ્મૂના દોમાનામાં સેનાએ આતંકી હુમલાની કોશિશને નિષ્ફળ બનાવી છે. સંદિગ્ધોએ સેનાના કાફલા પર ફાયરિંગ કર્યું. જેના પછી સુરક્ષાબળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે