બજાર » સમાચાર » બજાર

Pakistani plane crash: પાકિસ્તાની વિમાન કરાચીના નજીક ક્રેશ, 98 લોકો સવાર હતા

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 18:35  |  સ્ત્રોત : Moneycontrol.com

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું એક પેસેન્જર પ્લેન શુક્રવારે જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં 98 લોકો સવાર હતા. અધિકારીઓએ આ માહિતી આપી. જિયો ન્યૂઝના સમાચાર મુજબ ફ્લાઇટ નંબર PK-303 લાહોરથી આવી રહી હતી અને પ્લેન કરાચીમાં ઉતરવાનો જ હતો કે થોડીક મિનિટો પહેલા માલિરમાં મોડેલ કોલોની પાસેના જિન્ના ગાર્ડનમાં ક્રેશ થયું હતું.


સમાચારએ સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના સૂત્રોના હવાલેથી કહ્યું છે કે PIA એરબસ A320માં 98 લોકો સવાર હતા, જેમાં 91 મુસાફરો અને ચાલક સાત સભ્યો હતા. વિમાનમાં સવાર લોકોના વિશે તાત્કાલિક કોઈ માહિતી ન મણી શકી.


CAAનાં સૂત્રોએ કહ્યું છે કે દુર્ઘટના બનવાના એક મિનિટ પહેલાં જ તેનો વિમાન સાથે સંપર્ક ટૂટી ગયો હતો. જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયું તે વિસ્તારમાં ઘણા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાન આર્મીની મીડિયા આર્મ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ISPR)એ એક નિવેદનમાં કહ્યું છે કે સૈન્યની ઝડપી રાહત દળ અને સિંધ પાકિસ્તાન રેન્જર્સના જવાનો રાહત અને બચાવ અઙિયાનમાં નાગરીક વહીવટને મદદ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા છે.