બજાર » સમાચાર » બજાર

PAN Card 2020: માત્ર 10 મિનિટમાં મફતમાં બનાવો PAN કાર્ડ, ફાઇનાન્સ મિનિસ્ટરે લોન્ચ કરી સર્વિસ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 10:45  |  સ્ત્રોત : Moneycontrol.com

કેન્દ્ર સરકારે હવે પાનકાર્ડ બનાવવા માટે નિયમોમાં સરળતા કરી છે. નાણાં પ્રધાન નિર્મળા સીતારામાણ આધાર નંબર આધારિત e-KYC લોન્ચ કર્યું છે. આ દ્વારા તમને 10 મિનિટની આંદર પાનકાર્ડ આપવામાં આવશે. ઇનકમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર આ સુવિધાને ફેબ્રુઆરી 2020 માં ટ્રાયલ તરીકે રજૂ કરવામાં આવી હતી.


આ એક પ્રકારનો પેપરલેસ, રિટેલ ટાઇમ સુવિધા છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, આ સુવિધા દ્વારા પાનકાર્ડ અપાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે. ડિપાર્ટમેન્ટએ તેના ટ્વિટર હેન્ડલમાં કહ્યું છે કે જે લોકોના આધારકાર્ડમાં મોબાઇલ નંબર રજિસ્ટર્ડ છે. તેઓ આ સુવિધા મેળવી શકે છે. આ ઇલેક્ટ્રોનિક પાન ફ્રીમાં આપવામાં આવશે. એટલે સંપૂર્ણપણે મફત છે. તેને બનાવવા માટે પૈસા નહીં લેશે. તેનું e-PAN નામ રાખવામાં આવ્યું છે.


ખરેખર, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારામણે 2020-21ના બજેટના આધારે e-KYC સર્વિસ દ્વારા 10 મિનિટમાં પાનકાર્ડ મેળવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, જેમ અરજી આપવામાં આવશે, ઑનલાઇન પાનકાર્ડ આપવામાં આવશે.


ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની વેબસાઇટમાં તેને ટ્રાયલ તરીકે 12 ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી. ત્યારબાદ 25 મે 2020 સુધીમાં 6,77 લાખ લોકોને પાનકાર્ડ આપવામાં આવ્યા છે.


આ સુવિધા કેવી રીતે મેળવી શકાય લાભ


સૌ પ્રથમ, તમારે ઇનકમ ટેક્સ વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર વિજિટ કરવું પડશે. અહીં Instant PAN through Aadhaar સેક્સન પર ક્લિક કરવું પડશે. એક નવા પેઝ ઓપન થશે, અહીં તમારે Get New Pan પર ક્લિક કરવું પહશે. એક બીજું નવું પેઝ ઓપન થશે. જ્યાં તમારે આધારકાર્ડની ડિટેલ ભરવી પડશે.


Captcha code નાકવું પડશે. એના પછી OTP જનરેટ થશે. પછી ઓટીપી નાખીદો. પાન કાર્ડ માટે email id દાખલ કરો. આધારના e-KYC ડેટા ઇ-પાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં તમને 10 મિનિટનો સમય લાગશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઇ-પાન PDF ફોર્મેટમાં મળી જાશે. તેને ડાઉનલોડ કરવા માટે આધાર નંબર દાખલ કરવો પડશે. મેઇલ પણ મોકલવામાં આવશે.