બજાર » સમાચાર » બજાર

રક્ષાબંધન સાથે છલકાયો દેશપ્રમ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વખતે સ્વાતંત્ર દિવસ અને રક્ષાબંધન એક સાથે હોવાનો અનોખો સંયોગ છે. ત્યારે અમદાવાદના રાખડી બજારમાં આ વખતે રક્ષાની સાથે દેશભક્તિના પણ રંગો જોવા મળી રહ્યા છે.


અમદાવાદના રાખડી બજારમાં આ વખતે જોવા મળી રહ્યો છે દેશભક્તિનો રંગ.


રાખડીઓ જોવા મળી રહી છે તિરંગાના અંદાજમાં.


દેશભક્તિના સ્લોગનથી ખીલી ઉઠ્યા છે બજાર.


સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, આઈ લવ ઈન્ડિયા જેવા સ્લોગન વાળી રાખડીઓ હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે કોમી એખલાસ સહિતના દેશભક્તિના સંદેશાવાળી રાખડીઓએ બહેનોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે.


દેશભક્તિના સ્લોગનવાળી રાખડીઓ બજારમાં વેચનાર વેપારીઓનું કહેવું છે કે રક્ષાબંધનના પર્વ થકી દરેક ભાઈઓ સુધી દેશભક્તિનો સંદેશ પહોંચશે.


દેશભક્તિ સહિત કોમી એખલાસનો સંદેશ પણ રાખડીઓ પર જોવા મળી રહ્યો છે. અને વેપારીઓના આ કિમિયાને ગ્રાહકો સહર્ષ બિરદાવી રહ્યા છે.