બજાર » સમાચાર » બજાર

બિનઅનામત નિગમની યોજનાઓ અંગે PC

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.


નીતિન પટેલે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે.


સરકારની યોજના પર વાત કરતા નીતીન પટેલે જણાવ્યું કે, નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે.