બજાર » સમાચાર » બજાર

કમોસમી વરસાદમાં પલળી મગફળી

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યારે કમોસમી વરસાદ થતા અનેક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં મગફળીઓ પલળી ગઇ છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઇ. ગીરસોમનાથમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી આશરે 1500 જેટલી ગુણી વરસાદમાં પલળી ગઇ છે.


તો જૂનાગઢમાં 5000 જેટલી મગફળીની ગુણી પલળી ગઇ છે. તમામ જગ્યાઓ પર માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા હોવા છતા ખુલ્લામાં આડેધડ મગફળી રાખવામાં આવી હતી. ગુરૂવારે અચાનક કમોસમી વરસાદ થતા આ મગફળીઓ પલળી ગઇ છે જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયુ છે.


તો આ તરફ અચાનક વરસાદ થતા પાટણના રતનપુરા ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રવિપાકના વાવેતરના 10 દિવસમાં ફરી માવઠુ થતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા જેના કારણે જીરૂ, ચણા અને કપાસના પાકને ભારે નુકાસાન ગયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.