બજાર » સમાચાર » બજાર

લોકોને નથી સમજાતા કેશલેસ ટ્રાન્ઝેક્શન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 18:33  |  સ્ત્રોત : CNBC-Bajar

કેશલેસ ઇકોનોમીની રાહમાં દેશના લોકોમાં નાણાંકીય સમજનો અભાવ સૌથી મોટું અડચણ ઉભું કરી રહ્યું છે. સીડીએફઆઈના સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે કે અંદાજે 76 ટકા લોકો આજે પણ કેશલેસ પધ્ધતિનો ઉપયોગ કરવામાં અચકાય છે કારણે કે તેમને ઓટીપી અને પાસવર્ડ જેવી માહિતી ચોરાઈ જવાનો ડર છે.


દેશના 76% લોકોને નથી સમજ પડતી કેશલેસ ટ્રાન્ઝેક્શન છે. બેન્કના 26% લેણદારોમાં નાણાકિય સમજનો અભાવ છે. મોટાભાગના લોકોને માહિતી આપવામાં ગભરાય છે. પિન, પાસવર્ડ અને OTP ખોટા હાથોમાં જવાનો ડરે છે. કોમ્પ્યુટર કે મોબાઈલમાં રકમ નાંખવામાં સમસ્યા નડી રહી છે. ડેબિટકાર્ડ ખોવાઈ જવાની સ્થિતીમાં શું કરવું તે વાતથી અજાણ છે. આવા લોકો કેશલેસ વ્યવહાર કરવામાં શરમ અનુભવે છે.


73% પુરૂષો અને 80% મહિલાઓમાં નાણાકિય સાક્ષરતાનો અભાવ છે. સેન્ટર ફોર ડિજીટલ ફાઈનાન્શિયલ ઈન્ફ્લુઝનનો સર્વે છે. સર્વેમાં સામેલ 14 ટકા લોકોના જ બેન્કમાં બચત ખાતા છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખુલેલા ખાતાઓનો સર્વે છે. વર્ષ 2015 સુધી જનધન ખાતાઓમાં સરેરાશ બચત માત્ર 837 રૂપિયા છે. નોટબંધી બાદ સરેરાશ બચત 2,644 રૂપિયા પરંતુ હવે 2,400 રૂપિયા છે.