બજાર » સમાચાર » બજાર

પેટ્રોલ ડિઝલના ભાવમાં ધટાડો

ના રોજ પ્રકાશિત Sat, 09, 2018 પર 12:09  |  સ્ત્રોત : CNBC-Bajar

પેટ્રોલના ભાવમાં સતત અગ્યારમાં દિવસે ઘટાડો થયો છે. આજે પેટ્રોલમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં કુલ 1 રૂપિયા 43 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીએ ડીઝલમાં 32 પૈસાનો ઘટાડો કર્યો છે. મે 29 બાદ ડીઝલના ભાવમાં કુલ 1 રૂપિયા 9 પૈસાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 76.20 અને ડીઝલનો ભાવ 73.26 રૂપિયા પ્રતિ લીટર છે.