બજાર » સમાચાર » બજાર

મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પર 3% અને ડીઝલ પર 5% વેટ ઘટ્યો

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

મધ્ય પ્રદેશ સરકારે પેટ્રોલ પર 3 ટકા અને ડીઝલ પર 5 ટકા સુધીનો વેટ ઘટાડવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય પછી રાજ્યમાં પેટ્રોલની લિટરદીઠ કિંમત રૂ. 77.13 અને ડીઝલની કિંમત રૂ. 59.37 થઈ ગઈ છે. નવા ભાવ શુક્રવાર રાતથી લાગુ થશે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ ઈંધણ પર ટેક્સ ઘટાડનાર દેશનું પાચમું રાજ્ય બની ગયું છે.


આ પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરાખંડે વેટ ઘટાડી દીધો છે. જ્યારે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે પણ ઈંધણ પર વેટ ઘટાડી દીધો છે. મધ્ય પ્રદેશ સરકારની કેબિનેટ મીટિંગમાં ગુરુવારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.


નાણા પ્રધાન જયંત મલૈયાએ કહ્યું કે સરકારના આ નિર્ણય પછી પેટ્રોલમાં 1.70 અને ડીઝલમાં 4 રૂપિયાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં દરેક રાજ્યોને 5 ટકા સુધી વેટ ઘટાડવાની અપીલ કરી હતી.