બજાર » સમાચાર » બજાર

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ વિરૂદ્ધ દિલ્હીમાં દાખલ થઇ પીઆઈએલ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના પ્રમોટરોએ દિલ્હીમાં કંપની વિરૂદ્ધ પીઆઈએલ દાખલ કરી છે. કંપનીના વાઈસ ચેરમેન અનેએમડી ગગન બંગા એ નેટવર્ક સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું છે કે સમિર ગેહલોત પાસે ભારતમાં દેવું નથી અને સાથે જ બધા
દાવાને નકાર્યા છે.


ગગન બંગાનું કહેવુ છે કે સમીર ગહેલોતના માથે ભારતમાં દેવુ નથી. કંપનીના લેણાદોરોનું સમીરની કંપનીમાં કોઈ રોકાણ નથી. લેણદારોની તેમની કંપનીમાંથી કોઈ લોન પણ નથી. નવું લાઈસન્સ આપતી વખતે રેગ્યુલેટરો આંતરીક રેફરન્સ લે છે. વિલય તરીકે અથવા નવું લાઈસન્સ આપે છે. આરબીઆઈ દરેક એજન્સીની સલાહ લઈ રહી છે.


ગગન બંગાનું કહેવુ છે કે અમને આરબીઆઈ પાસેથી દરેક વાત જાણવા મળે છે. અમારી પાસે 12 સબ્સિડિરી છે. રિયલ એસ્ટેટમાં નવી કંપની હોય એટલે 200 જેટલી થાય છે. 200ની સામે અરજીમાં 12000 સબ્સિડરીનો ઉલ્લેખ કરાયો છે. અમારા અધિકૃત સરનામે કેટલી ઓફિસ છે તે કોઈપણ જોઈ શકે છે