બજાર » સમાચાર » બજાર

પ્લાસ્ટિક પર લાગશે સંપૂર્ણ રીતે પ્રતિંબધ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:05  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટની લિસ્ટ તૈયાર થઇ ગઇ છે. લિસટમાં કેરી બેગ્સ, કપ, સ્ટ્રો જેવી ઘણી વસ્તુઓ સામેલ છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી હાઇ લેવલ કમિટી આવી પ્રોડક્ટ પર રોક લગાવવાની ભલામણ કરી શકે છે.

બેગ, કપ, સ્ટ્રો, પ્લેટ્સ, નાની બોટલો પર પ્રતિંબધ સંભવ છે. સિંગલ યૂઝ પ્લાસટિક સામે સરકાર એક્શનમાં છે. હાઇ લેવલ કમિટીની રિપોર્ટના આધારે લેવાશે નિર્ણય. કેબિનેટ સચિવ રાજીવ બાબાની અધ્યક્ષતામાં થઇ કમિટીની બેઠક.


કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો. સરકાર પ્રતિંબધિત પ્રોડકટની લિસ્ટ રજૂ કરશે. 2 ઓક્ટોબરથી આ ઉત્પાદનો પર પ્રતિંબધ લાગી શકે. પ્રોડક્ટનો ઉપયોગ કરવા પર દંડ લગાવવાનો પણ પ્રસ્તાવ છે. મિશન નક્કી કરીને સિંગલ યૂઝ ઉત્પાદનો પર કેમ્પેન ચાલશે.