બજાર » સમાચાર » બજાર

પીએમ મોદીએ બોલાવી સર્વદળીય બેઠક

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમ મોદીએ આજે એક દેશ અને એક ચૂંટણી પર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં એક દેશ, એક ચૂંટણી સાથે બીજા ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. માયાવતી, મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડૂએ આ બેઠકનો વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ પણ આ બેઠકમાં હાજરી નહીં આપે તેવી માહિતી છે.


આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલના બદલે રાઘવ ચઢ્ઢા આ બેઠકમાં હાજરી આપશે. ત્યાંજ સમાજવાદી પાર્ટીએ પોતાનું વલણ હજી સ્પષ્ટ નથી કર્યું અને મુદ્દે અખિલેશ યાદવને છેલ્લો નિર્ણય લેવા જણાવ્યું છે. આ બેઠકમાં ગાંધીજીની 150મી જયંતી અને સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીની તૈયારીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.