બજાર » સમાચાર » બજાર

પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

કલમ 370ને હટવા બાદ વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં વિપક્ષ પર મોટો હુમલો કર્યો છે. 370 હટાવવાના નિર્ણયનો બચાવ કરતા PM મોદીએ કહ્યું કે વંશવાદ અને આતંકવાદના સમર્થક જ કાશ્મીર પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશની જનતા પુરી રીતથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર સરકારના નિર્ણયની સાથે છે. PM મોદીએ કહ્યું કે કલમ 370ને યથાવત રાખવાનો કોઇ અર્થ નહોતો. આનાથી જનતામાં અલગાવવાદની ભાવના વધતી હતી. આ સાથે મહિલા, બાળકો અને અલ્પસંખ્યકોની સાથે અન્યાય થતો હતો.