બજાર » સમાચાર » બજાર

Lockdown વધારવાના મુદ્દા પર પીએમ મોદી 11 એપ્રિલે કરશે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 16:12  |  સ્ત્રોત : CNBC-Bajar

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ વાતચીતના આધાર પર આ નિર્ણય લેવામાં આવશે કે દેશમાં મૂકાયેલા 21 દિવસના લોકડાઉનને આગળ વધારવામાં આવશે કે નહીં. આ લોકડાઉન દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવ્યું છે જે આવતા સપ્તાહમાં સમાપ્ત થાય રહ્યો છે.


આ વીડિયો કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે એવા સંકેત મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના સામે લડવા માટે 21 દિવસના લોકડાઉને 14 એપ્રિલ પછી પણ લંબાવી શકે છે. ઘણા રાજ્યો પણ લોકડાઉન લંબાવવાની પક્ષમાં છે.


બુધવારે વડા પ્રધાને વિવિધ પાર્ટીયોના સભ્યોને સંબોધન કરતાં સંકેત આપ્યો હતો કે લૉકડાઇન 14 એપ્રિલના એક જ સમયે હટાવવામાં નહીં આવે. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય દરેક જીવ બચાવવાનું છે.


એક અધિકૃત નિવેદનમાં તેમણે કહ્યું કે રાજ્યો, જિલ્લા પ્રશાસન અને નિષ્ણાતોના મતે છે કે કોરોના સાથે સામનો કરવા માટે લોકડાઉનને વિસ્તાર આપવા જરૂરી છે. અહી સુધી ઉડીસાએ પહેલ કરતા લોકડાઉન 30 એપ્રિલ સુધી વિસ્તાર આપ્યું છે.


બુધવારે વડા પ્રધાન સાથેની વાતચીત બાદ બીજુ જનતા દળના નેતા પિનાકી મિશ્રાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે લોકડાઉન હટાવનું નહીં અને કોરોના પહેલા અને કારોના પછીના જીવન સમાન નથી રહેવાનું છે.


લોકડાઉન બાદ પીએમ મોદી બીજી વખત વીડિયો લિંક દ્વારા મુખ્યમંત્રી સાથે વાત કરવા જઇ રહ્યા છે. 2 એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ ચાલુ લોકડાઉનને દૂર કરવાના તબક્કાવાર રીતે સંકેત આપ્યા હતા.


આજે સવારે સ્વાસ્થ મંત્રાલયે દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6412 સુધી પહોંચી ગયું છે અને અત્યાર સુધી દેશમાં 199 લોકોને રોગચાળાથી અસર થઈ છે.