બજાર » સમાચાર » બજાર

મોદી અને ટ્રંપની વચ્ચે ફોન પર થઈ વાતચીત, ભારતને જી-7 સમિટ માટે આપ્યુ આમંત્રણ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 10:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ચીનની સાથે તનાતનીની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ટેલીફોન પર વાતચીત કરી. આ દરમ્યાન કોરોના વાયરસના વધતા સંક્રમણ, WHO માં સુધારાની જરૂર અને જરૂરી કેસો પર વાતચીત થઈ. ટ્રંપે વાતચીતના દરમ્યાન પ્રધાનમંત્રી મોદીને આવનાર G-7 સમિટની મીટિંગમાં હિસ્સો લેવા માટે અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યુ છે.

એક સરકારી બયાનમાં કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદીએ અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ડિસ્ટરબેંસ પર ચિંતા વ્યક્ત કરી અને સ્થિતિને શીધ્ર સામાન્ય થવા માટે પોતાની શુભકામનાઓ આપી. બયાનમાં આગળ કહ્યુ કે PM મોદી અને અનેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય સામયિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી જેમ કે બન્ને દેશોમાં COVID-19 સ્થિતિ, ભારત-ચીન સીમા પર સ્થિતિ અને વિશ્વ સ્વાસ્થય સંગઠનમાં સુધારાની આવશ્યકતા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G-7 સમિટની અધ્યક્ષતાના વિષે જાણકારી આપી. તેની સાથે જ તેમને તેનો દાયરો વધારી દેવાની ઈચ્છા જાહેર કરી, એટલે કે ભારત સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ દેશોને પણ શામિલ કરી શકાય.

આ વાતચીત પર પીએમ મોદી ટ્વીટ કરી કહ્યુ કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે ગર્માહટ ભરી સાર્થક ચર્ચા થઈ. અમે G-7 ની અમેરિકી અધ્યક્ષતા માટે તેમની યોજના, કોવિડ-19 મહામારી અને ઘણા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

બન્ને નેતાઓ વચ્ચે એવા સમયમાં વાતચીત થઈ કે જ્યારે ટ્રંપે કહ્યુ હતુ કે તેમણે મોદીની સાથે વાત કરી જે ચીનની સાથે સીમા મુદ્દાને લઈને સારા મૂડમાં ના હતા.

સરકારના સૂત્રોએ બન્ને નેતાઓની વચ્ચે હાલમાં વાતચીત થવાનો ઈન્કાર કર્યો હતો. એટલુ જ નહીં ટ્રમ્પે ભારત અને ચીનની વચ્ચે મધ્યસ્થતાની પણ ઓફર કરવામાં આવી હતી.