બજાર » સમાચાર » બજાર

નાણાં મંત્રીની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીએ કર્યુ ટ્વીટ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 16:09  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રીની જાહેરાત બાદ ટ્વીટ કરતા જણાવ્યું કે ભારત 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમિ બનવા માટે કોઇપણ પ્રકારના ધંધા તથા વેપારમાં વધુ સારી તકો ઉભી કરવા તથા તકોમાં સુધારો કરવા આપણી સરકાર કટિબદ્ધ છે. આ સાથે જ વડાપ્રધાને પોતાના ટ્વીટમાં એમ પણ લખ્યુ કે છેલ્લા કેટલાક સપ્તાહથી સરકાર તરફથી કરવામાં આવેલા ફેરફાર અને જાહેરાતો સ્પષ્ટ પણ દર્શાવે છે કે સરકાર સમાજના તમામ વર્ગોના લોકોની તકોમાં સુધારો અને સમૃદ્ધિ કરવા પાછળ કોઇ કસર છોડતી નથી.